Monday 7 August 2023

GSRTC Bharti 2023 ગુજરાત એસ ટી નિગમમાં ડ્રાઈવર-કંડક્ટર માટે બમ્પર ભરતી, આ રીતે કરો અરજી

By Ojas Gujarat

GSRTC Bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ કંડક્ટર અને ડ્રાઈવરની સીધી ભરતી (ફિક્સ પે) પોસ્ટ્સ માટે શોર્ટલિસ્ટ/પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ આમંત્રિત કરે છે. જેમાં કંડક્ટરની કુલ 3342 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવરની 4062 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
 

આપને જણાવી દઈએ કે અરજી કરવાની વિગતવાર સૂચના નિગમની સત્તાવાર વેબસાઇટ તેમજ OJAS ની વેબસાઇટ પર આપેલી છે. અરજી કરતાં પહેલા ઉમેદવારે તમામ વિગતો બરાબર વાંચી લેવી જોઈએ. ઓનલાઈને રાજી કરવાની તમામ પ્રક્રિયા તેમજ લાયકાત અને વિવિધ ફોર્મના નમુનાઓ પણ અહી નીચે આપેલી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવ્યા છે.


ભરતીની વિગત નીચે મુજબ છે.

જગ્યાનું નામ: ડ્રાઈવર
ફિક્સ પગાર - પાંચ વર્ષ માટે રૂ 18500/-
કુલ જગ્યા: 4062

જગ્યાનું નામ: કંડક્ટર
ફિક્સ પગાર - પાંચ વર્ષ માટે રૂ 18500/-
કુલ જગ્યા: 3342

આ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

આ માટે, ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની અવધિ 07/08/2023 થી 06/09/2023 (23:59 કલાક સુધી) છે. તેમજ અરજી ફી સ્વીકારવાનો સમયગાળો 07/08/2023 થી 08/09/2023 (23:59 કલાક સુધી) છે.

0 comments:

Post a Comment