Monday 1 May 2023

આરોગ્ય વિભાગમાં નોકરી મેળવવાની તક, વિવિધ પદો પર થઇ રહી છે ભરતી

By Ojas Gujarat

આરોગ્ય વિભાગમાં નોકરી મેળવવાની તક, વિવિધ પદો પર થઇ રહી છે ભરતી

જો તમે નોકરીની શોધમાં છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે આરોગ્ય વિભાગ, ગાંધીનગર ખાતે વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો તમે આ નોકરી માટે આવેદન કરવા માંગતા હોવ તો આ સમાચારને અંત સુધી વાંચો

arogyasathi.gujarat.gov.in recruitment

આરોગ્ય વિભાગ, ગાંધીનગર ખાતે વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ નોટિફિકેશન 1 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યુ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 મે 2023 છે.

ઇચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ની મુલાકાત લઇ શકે છે

આરોગ્ય વિભાગ દ્વારા સ્ટેટ એકાઉન્ટન્ટ, સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટર, ફાઈનાન્સ આસિસ્ટન્ટ તથા પ્રોગ્રામ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.


કઇ રીતે પસંદગી

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ઈચ્છે તો લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે.

પગાર ધોરણ

સ્ટેટ એકાઉન્ટન્ટની પોસ્ટ માટે 13,000, સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની પોસ્ટ માટે 13,000, સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે 12000, ફાઈનાન્સ આસિસ્ટન્ટ માટે 13000 અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટે 13000નો પગાર ધોરણ છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. 

arogyasathi gujarat gov in apply

અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે

0 comments:

Post a Comment